વચન નાનાં, પરિણામ મોટાં

વચન નાનાં, પરિણામ મોટાં

તમે જાણો છો કે કોઈ કામ બુધવાર સુધી કરી શકો છો, તો હંમેશાં શુક્રવાર સુધીનો સમય માગો. જો તમે જાણો છો કે તમારા વિભાગને એક અઠવાડિયાનો સમય લાગશે, તો બે અઠવાડિયાંનો સમય માગો. તમે જાણો છો કે કોઈ નવા મશીનને ઈન્સ્ટોલ કરવા અને ચાલુ કરવા માટે બે કર્મચારીઓની જરૂર પડશે, તો ત્રણ માગો .

આ દગાબાજી નથી, સમજદારી છે, પરંતુ જો આ રહસ્ય ખુલી જાય અને બધાને ખબર પડી જાય કે તમે આવું કરો છો, ત્યારે શું કરશો? બસ, સહજતાથી અને ઈમાનદારી સાથે તેનો સ્વીકાર કરી લો. કહો કે તમે અંદાજો લગાવતા સમયે હંમેશા કટોકટીનો પણ સમાવેશ કરો છો. એના માટે તે તમને ફાંસી ઉપર નથી લટકાવી શકતા.

આ પ્રથમ વસ્તુ છે, નાનાં વચન આપો. જો તમે શુક્રવાર કે બે અઠવાડિયાં કે પછી ગમે તે કહ્યું હોય, તો આનો એ અર્થ નથી કે તમે એ વધારાના સમયમાં મજા કરી હશે કે ગપ્પાં માર્યા હશે. ક્યારેય નહીં. તમારે તો આ નિશ્ચિત કરવાનું છે કે તમે મોટાં પરિણામ આપો, નક્કી થયેલા બજેટમાં આપો અને વચન કરતાં સારું આપો. આ બીજા ભાગ છે : પરિણામ વધારે આપો. આનો અર્થ છે કે તમે સોમવાર સુધી રિપોર્ટ આપવાનો વાયદો કર્યો છે, તો એ તે સમય સુધી માત્ર પૂર્ણ ન થાય, પરંતુ તેમાં કઈંક વધારાનું પણ હોય. તે માત્ર એક રિપોર્ટ ન હોય, તેના બદલે એમાં નવા ભવન માટે આખી યોજના પણ અંદર હોય કે પછી તમે કહ્યું કે તમે રવિવાર સુધી પોતના સ્ટાફ ના માત્ર બે સભ્યો સાથે પ્રદર્શન લાગવશો, તો માત્ર એવું ન કરો, આના કરતાં મુખ્ય હરીફને શોધી બહાર કાઢવાની વ્યવસ્થા પણ કરી નાખો.

જો તમે કહ્યું કે તમે આગલી મિટીંગ સુધી કંપની ના નવા બ્રોસર માટે એક કાચી દરખાસ્ત તૈયાર કરી દેશો, તો ન માત્ર આ કામ પૂર્ણ કરી લો, સાથે એક રંગીન ડમી પણ તૈયાર કરી લો, જેમાં સંપૂર્ણ ‌‍વર્ણન કોઈ જ ભૂલ વગર લખેલું હોય, જેમાં બધા ફોટા સાથે છાપકરની કિંમત સહિત વર્ણન પણ હોય, સ્વાભાવિક છે.

તમારે આ વિશેમાં સાવધાન રહેવું પડશે કે આવું કરતી વખતે તમે તમારી હદ ઓળંગી ન જાવ અને એવી જવાબદારી ન નિભાવવા લાગો, જે તમને આપવામાં ન આવી હોય. સાચે જ મને વિશ્વાસ છે કે તમે મારો અર્થ સમજી ગયા હશો. એક વખત ફરી આ સ્પષ્ટ વાતથી પુનરાવર્તન જેવું લાગી શકે છે, પરંતુ આવું કરતાં સમયે બહુ પારદર્શન ન બનો નહીં તો તમારા બોસ હંમેશાં તમારાથી તેની આશા રાખવા લાગશે . આ નીતિનું પરિણામ સુખદ હોવું જોઈએ કે તમે હંમેશાં તેનો ઉપયોગ કરો છો .

આ બાબતમાં કેટલીક વાર નાસમજીનું નાટક કરવાથી પણ મદદ મળે છે. તમે આ નાટક કરી શકો છો કે તમે કોઈ નવી ટેકનીક કે સોફ્ટવેરની સાથે કામ કરવાનું જાણતા નથી, જયારે ખરેખરમાં તમે કોઈ નવી ટેકનિક કે સોફ્ટવેરની સાથે કામ કરવાનું જાણતા નથી, જયારે ખરેખરમાં તમે એમાં પારંગત છો, પછી જયારે તમે ઓચિંતા સ્પ્રેડશીટ ઉપર બજેટ બનાવા લાગો છો,જે કોઈ બીજું નથી કરી શકતું, તો તમારું ચિત્ર સારું બની જશે. બીજી બાજુ જો તમે પહેલા જ કહો કે, ‘અરે હા, હું આ જાણું છું. મેં પાછલી ઓફિસ માં એક્સેલ પર કામ કર્યું હતું.’ તો કોઈને કંઈ આશ્ચર્ય નહીં થાય. આવું કરીને તમે એ સોનેરી તક ગુમાવી દો છો, જેનાથી તમને ફાયદો થઈ શકતો હતો.

જયારે તમે નાનાં વચન આપો છો અને પરિણામ મોટાં આપો છો, તો તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. નિયમોના ખેલાડીના રૂપ માં તમારું લક્ષ્ય માત્ર એ હોવું જોઈએ કે તમે પરિણામ ક્યારેક મોડુ કે ઓછુ નહિ આપો. બસ આટલું જ. જો તમારે આખી રાત્રી પરસેવો પાડવો પડે, તો પણ કરો. તમે જયારે પરિણામ આપવાનું વચન આપ્યું છે, ત્યારે તમે આપી દો છો અને શક્ય હોય તો એથી પહેલા પણ, હમેશાં પાછળથી વધારે વાર કરી અને સામેવાળાને ઉદાસ કરવાના બદલે પહેલાથી જ વધારે સમય માગવો હંમેશા અને દરેક બાબતે સારું જ હોય છે. ઘણા બધા ભોળા દેખાવા, વખાણ મેળવવા અને પ્રશંસા મેળવવાના ચક્કરમાં એટલા ઉતાવળા થઈ જાય છે કે જરૂર કરતાં મોટા વચનો આપી દે છે – ‘અરે હા,હું આ કરી શકું છું.’ અને પાછળ થી નિષ્ફળ થાય છે. તે પહેલા ઉતાવળા દેખાય છે અને પછી અયોગ્ય.Leave a Reply

greendot