લોર્ડ ભીખુ પારેખ – પરિચય

લોર્ડ ભીખુ પારેખ – પરિચય

 

[ ભારત અને બ્રીટનના સમાજકારણ, શિક્ષણ , રાજકારણમાં છેલ્લા  સાડા-ત્રણ દાયકાથી મહાતના પ્રદાન કરતા આવેલા લોર્ડ ભીખુ પારખે મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક શિક્ષણ લઈને લંડની વિશ્વવિખ્યાત ‘લડન સ્કૂલ ઓફ  ઇકોનોમિકસ માંથી ૧૯૬૬માં ડોકટરેટની પદવી મેળવી અને પછી ત્યાં જ અધ્યાપન શરૂ કર્યું. ‘લડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં જ તેમને પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે નિયુકિત  મળી. ઉપરાંત યુનિવર્સિટી ઓફ હલમાં અધ્યાપન કરી, ૧૯૮૧થી ૧૯૮૪ સુધી તેઓ વડોદરાની મહરાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપકુલપતિ રહ્યા.

બ્રિટનમાં રંગભેદ સામે પગલાં લેવા માટે ત્યાની સરકારે નીમેલા ‘કમિશન ફોર રેશિયલ ઈકવૉલીટી’ના તેઓ સભ્ય અને ઉપાધ્યક્ષ હતા. ‘પારેખ રિપોર્ટ’ તરીકે ઓળખાતો, બહુસાંસ્કૃતિક બ્રિટનના ભાવિ વિષયક અભ્યાસ, વર્ષ ૨૦૦૦માં તેમણે રજૂ કર્યો, જે આજે પણ આ વિષયનો એક સીમાચિહનરૂપ દસ્તાવેજ ગણાય છે. ૨૩મી મે ૨૦૦૦ એ એમની કારકિર્દીનો કદાચ સૌથી મહત્વનો દિવસ છે, જ્યારે તેમની બ્રિટનના ‘હાઉસ ઓફ લોડર્ઝ’માં ‘લાઇફ પિયર’ તરીકે નિમણૂક કરવામાં આવી. બહુસંસ્કૃતિવાદ, લઘુમતીના અધિકારો, બિનસાંપ્રદાયિક સહિષ્ણ સમાજરચના વિષયક તેમણે કરેલા પ્રદાનોથી તેઓ બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી “પોલિટિકલ થિયરિસ્ટ’તરીકે ગણના પામ્યા છે. તેમની સિદ્ધિઓને બિરદાવતાં, ભારત સરકારે ૨૦૦૭માં તેમને ‘પદ્મભૂષણ’ એનાયત કર્યું. તેમને મળેલાં અનેક સન્માનો પૈકી બીબીસીએ ૧૯૯૯માં તેમને અર્પણ કરેલો “સ્પેશિયલ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ફોર એશિયન્સ’, ૨૦૦૩નું બ્રિટનના પોલિટિકલ સ્ટડીઝ એસોસિયેશન’નું સર ઇસૈયાહ બર્લિન પારિતોષિક, અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓએ તેમને અર્પણ કરેલી માનદ ડોકટરેટની ઉપાધિઓનો સમાવેશ થાય છે.

શિક્ષણક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ લોર્ડ પારેખ સમાજકારણ અને રાજકારણને લગતી અનેક રવૈચ્છિક સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ ધરાવે છે તેમ જ ભારત સરકારની ‘ગ્લોબલ એડવાઈઝરી કમિટીનું સભ્યપદ ધરાવે છે. લેખનમાં છેક ૧૯૭૩થી પ્રવૃત્ત બની તેમણે રાજકીય વિચારધારા, માર્ક્સવાદ, ગાંધીવિચાર, બહુસંસ્કૃતિવાદ, જેવા વિષયો પર પુસ્તકો  લખ્યા  છે. જ ઓક્ષફર્ડ પ્રેસ, હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ,મેકેમીલ્ન  જેવા માતબર પ્રકાશનો ડ દ્વારા પ્રગટ કરાયા છે. તે ઉપરાંત તેમના અભ્યાસપૂણ  લેખો , અનેક એકેડેમિક  જર્નલમાં અવરનવાર પ્રાગટ થાય છે. તેંઓ  લોર્ડ પારેખ , બેરન પારેખ પ્રોફેસર પારેખ ,ડૉકટર પારેખ જેવાં બહુવિધ સન્માનસૂચક સંબોધનોથી ઓળખાય છે. પરંતુ આ સાહજિક વાર્તાલાપમાંથી જે પ્રગટ થાય છે તે દક્ષીણ ગુજરાતના નાનકડા ગામ અમલસાડમાં ૪ જાન્યુઆરી ૧૯૩૫ના દિવસે જન્મેલા ભીખુભાઈ છોટાલાલ પારેખ છે. – આરાધના ભટ્ટ  ]