સાવચેતીથી ‘હા’ કહો.

સાવચેતીથી ‘હા’ કહો.

ઘણા બધા લોકો વિચારે છે કે જો તે દરેક કામ કરવા માટે સ્વેચ્છાએ ‘હા’ કહી દેશે,તો એમના ઉપર ધ્યાન આપવામાં આવશે,તેમેને વખાણ મળશે અને બઢતી પણ,પરંતુ દુઃખ ની વાત છે આ સત્ય નથી.તમારી ઉપર બેસેલા ચતુર મેનેજર ‘હું આને કરીશ’ ની તમારી આ માનસિકતાનો ફાયદો ઉઠાવશે અને છેલ્લે તમારી પાસે જરૂર કરતાં વધારે કામ આવી જશે,તમારું મહત્વ ઓછું થઈ જશે અને તમારે અપમાનિત પણ થવું પડશે.કોઈ પણ કામ માટે સ્વેચ્છાએ ‘હા’ કરવા માટે હાથ ઊચો કરતાં પહેલાં ઘણું ઘણું વધારે ધ્યાન થી વિચારો.આને માટે તમારે તમારાથી કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ:

  • શું તે માણસ સ્વયંસેવક માગી રહ્યો છે?
  • આનાથી મારી યોજનામાં કેવી રીતે મદદ મળશે?
  • પણ હું આ કામ માટે સ્વેચ્છાએ ‘હા’ કરું છું,તો સિનિયર મેનેજમેન્ટ ની નજર માં મારું ચિત્ર કેવું બનશે?
  • જો હું સ્વયંસેવક નથી બનતો,તો મારું ચિત્ર કેવું બનશે?
  • શું આ એક ખરાબ કામ છે,જેને કોઈ બીજી વ્યક્તિ કરવા ઇચ્છતી નથી?
  • કે પછી એ વ્યક્તિ પર ખરેખર કામ નો ઘણો ભાર છે અને તેને મારી મદદની ખરેખર જરૂર છે?

થઈ શકે છે કે એક ખરાબ હોય,જેને કોઈ બીજું ન કરવા ઇરછતું હોય અને સ્વયંસેવક બનવાનો પ્રસ્તાવ મૂકીને તમે સિનિયર મેનેજમેન્ટની નજર માં ચઢી જાઓ.કદાચ તે આ વિચારે કે તમે પડકારોનો સામનો કરવા અને ઉપયોગી બનાવામાં સશકત હોવ અને બાંયો ચઢાવીને પોતાના હાથ ગંદા કરવા માટે પણ તૈયાર છો.બીજી તરફ આનાથી તે તમને મૂર્ખ પણ માની શકે છે કે પછી જો તમે ફાઈલિંગ ના કામ માટે સ્વેચ્છાથી ‘હા’ કરી દો છો,તો તે તમને માત્ર ફાઈલિંગ કલાર્ક ના રૂપ માં જ જોશે કે પછી તમને બહુ બધી સદ્દભાવના મળી શકે છે,કેમકે તમે એક એવી વ્યક્તિની મદદ કરી,જેને ખરેખર મદદની જરૂર હતી.

સાવચેત રહો અને સજાગ રહી  વિકલ્પ પસંદ કરો.પોતાનો હાથ ઉપર ઉઠાવવાનો કોઈ અર્થ નથી,જો આનાથી તમારું તમારું ચિત્ર નબળું થઈ જાય અને તમને વાંદરાના રૂપ માં જોવામાં આવે.આ પગલું ત્યારે ભરો,જયારે તમને સંપૂર્ણ વિશ્વાસ થાય કે તમે સાચા દેખાશો.તમને લાભ થશે અને તમે એવી વ્યક્તિની મદદ કરશો,જેને ખરેખર એની જરૂર છે.

આ વિષય માં પણ જાગ્રત રહો કે કેટલીક વાર તમે હાથ ઉઠાવ્યા વગર કે આગળ પગલું ભર્યા વગર પણ સ્વયંસેવક બનતા જોવા મળશો.કેટલીક વાર તમારા સાથી કર્મચારી એકસાથે પાછા હટી જાય છે,જેનાથી તને સૌથી આગળ ઊભેલા દેખાવ છો અને એવું લાગે છે કે તમે સ્વયંસેવક બનવા માંગો છો,જયારે કે તમારી એવી કોઈ ઇરછા ન હતી.પહેલી વાર આવો બનાવ બને ત્યારે તેનો સ્વીકાર કરી લો અને ચુપચાપ કામ પૂર્ણ કરી દો,પરંતુ આ ખાતરી કરો કે ફરીથી આવું ન થાય.નિયમોના ખેલાડી સાથે આવી વસ્તુ ફરીથી ન થવી જોઇએ.આગલી વખત વધારે સારી રીતે કાન ખુલ્લા રાખીને સામુહિક નીતિનો અણસાર મેળવી લો અને ખાતરી કરો કે બીજા બધાની સાથે તમે પણ પાછા હટી જશો.

“કોઈ પણ કામમાં સ્વયંસેવક બનવા પોતાનો હાથ ઉપર ઉઠવાતાં પહેલાં બહુ બહુ જ વધારે ધ્યાનથી વિચારો”.Leave a Reply

greendot