શુ તમારું કામ લોકો ની નજર માં લાવો માંગો છો?

તમારું કામ લોકોની નજર માં લાવો.

ઓફિસનું જીવન ખુબ જ કાર્યરત અને દોડાદોડીવાળું હોય છે.આવામાં આ ઘણું સ્વાભાવિક છે કે લોકો તમારા કામ ને અદેખું કરી દે.તમે રાત દિવસ બળદની માફક મહેનત કરો છો.થઈ શકે છે કે આ કારણે તમે આ વિશેષ વાત ભૂલી જાવ છો કે તમારે તમારો હોદ્દો વધારવા અને પોતાનાં કાર્ય દ્વારા વર્ચસ્વ દેખાડવાની જરૂર છે.જો તમે બઢતી મેળવવા ઈરછતા હો,તો તમે બીજા લોકોથી અલગ દેખાવ.આની સૌથી સારી રીતે એ છે કે તમે તમારા સામાન્ય રોજિંદા કામકાજથી બહાર નીકળો.જો તમારે દરેક દિવસ નિશ્ચિત વસ્તુઓ પ્રોસેસ કરવી છે:

દરેક કર્મચારી આ જ કરે છે-તો તેનાથી વધારે વસ્તુઓ પ્રોસેસ કરવાથી તમને કોઈ વિશેષ લાભ નહિ થાય,પરંતુ જો તમે તમારા બોસ ને એવો રિપોર્ટ બનાવી ને આપો કે કેવી રીતે વધારે વસ્તુઓ પ્રોસેસ કરી શકે છે,તો તમે તેમની નજર માં આવી જશો.માગ્યા વગર નો આ રિપોર્ટ ટોળાથી જુદા દેખાવાની સરસ રીત છે.આનાથી એ ખબર પડે છે કે તમે મૌલિક ચિંતન કરી રહ્યા છો અને તમારી શક્તિ નો ઉપયોગ કરી રહા છો,પરંતુ આનો ઉપયોગ જરૂરથી વધારે પણ ન કરવો જોઈએ.જો તમે તમારા બોસને વગર માંગેલા રિપોર્ટસ ના પૂરમાં ડુબાડી દેશો,તો તે તમારા પર ધ્યાન તો આપશે,પરંતુ નકારાત્મક રીતે.

  • આવા રિપોર્ટ ક્યારેક જ આપો.
  • ખાતરી કરો કે તમારો રિપોર્ટ ખરેખર અસરકારક હોય.તેનાથી કંપની ને ફાયદો થશે.
  • ખાતરી કરો કે તેમાં તમારું નામ સારી રીતે ઉપસીને સામે આવે.
  • ખાતરી કરો કે એ રિપોર્ટ માત્ર તમારા બોસ સિવાય તેમના બોસ પણ જુએ.
  • જરૂરી નથી કે તે માત્ર રિપોર્ટ હોય,તે કંપની નો ન્યુઝલેટર લેખ પણ હોય શકે છે.

સ્વાભાવિક છે,પોતાના કામને નજર માં લાવવા માટેની સૌથી સારી રીતે તે કામને ઘણું ઘણું સારું બનાવવું છે અને પોતાના કામમાં સરસ બનવાની સર્વશ્રેષ્ઠ રીતે તેના પ્રતિ બધી જ રીતે સમપર્ણ થવું અને બીજી દરેક વસ્તુને અદેખી કરવી છે.કામના નામે ઘણું બધું રાજકારણ,ગપ્પાં,રમત,સમયનો બગાડ અને સામાજિક જનસંપર્ક ચાલે રાખે છે,પરંતુ આ કામ નથી.જો તમે તમારી દ્રષ્ટિગોલ પર રાખશો,તો તમે તમારા સાથીઓ કરતાં ઘણી સારી સ્થિતિ માં પહોંચી જશો.નિયમોનો ખેલાડી એકદમ તલ્લીન હોય છે.પોતાનું મગજ હાથના કામ ઉપર-પોતાના કામને બહુ સારું બનાવવામાં રાખશો.તોતમારું ધ્યાન નહીં ભટકે.

                   “માગ્યા વગરનો રિપોર્ટ ટોળાથી જુદા દેખાવા માટે એક સરસ રીત છે.”Leave a Reply

greendot